રાજકોટ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ ધ્વારા શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિ રમેશ પારેખ રંગદર્શન સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગણપતિ મહારાજની ભવ્ય પ્રતિમાનું વેદોકત મંત્રોચ્ચાર સાથે તેમજ શાસ્ત્રોકત વિધિથી સ્થાપન-પૂજન-અર્ચન સ્થાપન કરવામાં આવ્યું હતું. તેમજ અહી ગણપતિ બાપ્પાની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં આ સાથે આ મહા આરતીમાં ભાજપ શહેર ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, રઘુવંશી સમાજ અગ્રણી રાજુભાઇ પોબારું , સંતો મહંતો સહિત સિટિ ન્યુઝના તંત્રી નિતીનભાઈ નથવાણીએ ભાગ લીધો હતો. તેમજ મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.