રાજકોટમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા બ્રહ્મદેવ સમાજ રાજા ગણેશોત્સવનું આયોજન બહુમાળી ભવન ચોક ખાતે કરવામાં આવ્યું છે. તેમજ સતત 2 વર્ષ થી બ્રહ્મદેવ સમાજ દ્વારા આ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે બ્રહ્મદેવ સમાજ દ્વારા રાજકોટના તમામ 18 વોર્ડમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ આયોજનનો મુખ્ય ઉદેશ્ય રાજકોટમાં સનાતન ધર્મની એકતા જળવાઈ રહે તે માટે કરવામાં આવ્યું છે આ સાથે અહી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.