જામનગર જિલ્લાના કાલાવડ શહેર તેમજ તાલુકા ના ગ્રામ્ય પંથકમાં સવાર થી જ વરસાદી માહોલ જોવા મળ્યો. કાલાવડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. જયારે કાલાવડ તાલુકાના નીકાવા , પીપર , શિશાંગ , રણુજા , આણંદપર , ખરેડી સહિત ના ગામો મા વરસાદ થયો. છેલ્લા એક મહિના થી વરસાદ થી વંચિત ખેડૂતો મા હરખ ની હેલી જાગી જોવા મળી. કપાસ , મગફળી , સોયાબીન સહિત ના પાકો મા વરસાદ પડતા ખેડૂતો મા આશા જાગી છે. ખેડુતોના ખેતરોમાં ઉભેલ પાક પર વરસાદ કાચા સોના સમાન વરસી રહ્યો છે.. બે ઇંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતો મા ખુશી નો માહોલ જોવા મળ્યો