જુનાગઢ જિલ્લામાં ફરીવાર ભારે વરસાદ વરસ્યો હતો, ગિરનાર પર્વત ઉપર ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે સોનરખ નદી ગાંડીતૂર બની જતા દામોદર કુંડ ઓવરફ્લો થયો હતો. જેથી દામોદર કુંડે આવેલા સહેલાણીઓએ ન્હાવાની પણ મજા લીધી હતી. તેમજ દાતાર ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસતા જૂનાગઢમાં નદી, નાળા, સરોવર અને ડેમ છલકાયા હતા. જેથી વિલીંગ્ડન ડેમ પણ ઓવરફ્લો થયો હતો.આ સાથે સિઝનમાં સતત બીજી વખત ડેમ ઓવરફ્લો થતાં લોકોને રાહત મળશે. તેમજ જૂનાગઢ જિલ્લામાં વધુ વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તે પહેલા જ તંત્ર સંતર્ક થતાં વિસાવદરમાં વધુ વરસાદના કારણે રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
વિનોદ મકવાણા, જૂનાગઢ