રાજકોટમાં રોગચાળો વકર્યો છે. ડબલ ઋતુને લઇને રોગચાળો વધ્યો હોવાનું સામે આવ્યું છે. ગત સપ્તાહ કરતા આ સપ્તાહમાં તાવ, શરદી, ઉધરસના કેસમાં આંશિક વધારો નોંધાયો છે. તાવ, શરદી, ઉધરસના 520 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 227 કેસ નોંધાયા છે. ડેંગ્યૂના 10, ચિકનગુનિયાના 9 કેસ, મેલેરિયાના 2 કેસ નોંધાયા છે. ત્યારે ગરમી બાદ અચાનક બે દિવસથી રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને પણ ગરમી અને ઠંડીની ઋતુને લઇને વાતાવરણમાં ફેરફાર થતા રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે.