ગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા 3 અને 13 વર્ષના બે માસુમ બાળકો એ ન્યાજમાં ભોજન લીધા બાદ ઝેરી અસરથી મોત થયું હોવાની બાળકોનાં પિતાની કેફિયત પોલીસતંત્રને ગળે ન ઉતરતા પોલીસે આગવી ઢબે માસુમ બાળકોના પસાવી પિતાની પૂછપરછ કરતા પાસવી પિતાએ પોતે જ ઝેર પીવડાવી હત્યા નીપજાવ્યા ની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા રાજેશ પ્રેમજીભાઈ મકવાણા ના પુત્રો રોહિત ઉમર વર્ષ ત્રણ અને હરેશ ઉંમર વર્ષ 13 ને બે દિવસ પહેલા ન્યાજમાં ભોજન લીધા બાદ ઝેરી અસર થી મોત થયું હોવાની તેના પિતાની કેફિયત પોલીસે તંત્રને ગળે ન ઉતરતા ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક ઝાલા, સિટી પીઆઈ ગોસાઈ સહિતના પોલીસ અધિકારીઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન પોલીસની આગવી પૂછપરછમાં રાજેશ પોપટ બની જતા તેને જ તેના બંને સંતાનોને પોતાના ઘરે ઝેર પીવડાવી દીધા હોવાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી 302 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી