વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત હોદેદારોએ બગોદરા ગામે આવેલા મંગલ મંદીર માનવ સેવા આશ્રમ જ્યાં રોડ પર રઝળતા દુઃખી નિરાધાર ૫૨૮ લોકો ની સેવા સાથે સારવાર કરવમાં આવી હતી તેમજ ૭૫૨ લોકોના સરનામા મેળવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ ઉપરાંત ત્યાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ મંદ બુદ્ધિના લોકો ને ફ્રૂટ આપી વડાપ્રધાનનો જન્મ દિવસની ઉજવણી કરી હતી. ત્યારે આ તકે આશ્રમના પ્રમુખ દિનેશભાઇ લાઠીયા ,જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમૂખ રમેશભાઈ મકવાણા,બાવળા તાલુકા પંચાયત ના પ્રમુખ સિદ્ધરાજસિહ સોઢા,જિલ્લા પંચાયત ના સદસ્ય છગનભાઈ સહિતનાઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર