શ્રી કાશી વિશ્ર્વનાથ ભીલ ધુન મંડળને 76 વર્ષ પૂર્ણ થઈ 77માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.જે અંતર્ગત ગઈકાલ તા.15ના ફુલછાબ ચોક પાસે 3-ભીલવાસમાં સ્થિત શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરેથી સવારે મહાઆરતી બાદ શહેરના રાજમાર્ગો પર મહાદેવજીની વરણાંગી નીકળી હતી. પાલખીમાં બેસીને દાદા નગરચર્યાએ નીકળ્યા હતા.જેમાં નીજ મંદિરેથી જયશ્રી રોકડીયા હનુમાન મંદિર, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, શ્રી પંચનાથ મહાદેવ મંદિર, હરીહર ચોક, ફુલછાબ ચોક, થઈને શ્રી કાશી વિશ્ર્વનાથ મંદિરે પહોંચી હતી. વરણાંગી દરમ્યાન રાસ અને ડીજેના તાલે સમસ્ત ભીલ સમાજના લોકોએ રમઝટ બોલાવી હતી. વરણાંગી પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત સાંજે શ્રૃંગાર દર્શન, મહાઆરતી અને રાત્રે સંતવારીનો કાર્યક્રમ યોજાયો હતો. ગઈકાલે કાશી વિશ્ર્વનાથ મંદિરે દાદાના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા.
શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવ દાદા નગરચર્યાએ નીકળતા સમસ્ત ભીલ સમાજે ફૂલડે ફૂલડે વધાવ્યામહાદેવને
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -