31 C
Ahmedabad
Thursday, May 8, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં કર્મચારીઓની ભરતીના નિયમોમાં ફેરફારની દરખાસ્ત મંજૂરથતાં પદાધિકારીઓનુંકરાયું સન્માન…


રાજકોટમહાનગરપાલિકાના વિવિધ સંવર્ગના કર્મચારીઓની ભરતીના નિયમોમાં ફેરફાર કરવા કમિશનર દ્વારા કરાયેલી દરખાસ્તનો તલસ્પર્શી અભ્યાસ કરવા માટે પુર્વ મેયર ડો.પ્રદિપભાઇ ડવના અધ્યક્ષપદે અને દેવાંગભાઇ માંકડ, ચેતનભાઇ સુરેજા, અને ડો. અલ્પેશભાઇ મોરજરીયાના સભ્યપદે નિમાયેલી કમિટીએ કર્મચારી યુનિયર સાથે બેઠક કરીને દરખાસ્તો અંગે ચર્ચા વિચારણા કરી હતી  કર્મચારી યુનિયનની રજુઆત મુજબની માગણીઓનો સ્વીકાર કરીને આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વર્ગ-2ના કર્મચારીઓની ભરતીના નિયમોમાં ગ્રેજ્યુએટ સ્નાતકના નિયમમાં ફેરફાર કરીને પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાના સુધારા સાથે ભરતીની તમામ દરખાસ્તો મંજૂર થતાં કર્મચારી યુનિયનના આગેવાન કશ્યપભાઇ શુકલ,બી.બી. જાડેજા સહિતના યુનિયનના તમામ આગેવાનો દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરનું ભારત માતા કી જય અને કર્મચારી એકતા ઝીંદાબાદના નારા સાથે ફૂલહાર અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -