શ્રાવણ હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનો અનેરો મહત્વ રહેલો છે. શ્રાવણ મહિનામાં ભક્તો ભગવાન ભોલેનાથની પૂજા કરે છે. જે ભક્તો શ્રાવણ માસના સોમવારે પૂર્ણ ભક્તિ સાથે ઉપવાસ અને મહાદેવની પૂજા કરે છે, તેમના પર શિવની અસીન કૃપા વર્ષે છે. ભક્તોની તમામ મનોકામન પણ પૂર્ણ થાય છે. ત્યારે આજે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની ખાનકોટડા પ્રાથમિક શાળા ખાતે શાળાના નાના ભુલકાઓ દ્ધારા ભગવાન શિવની પુજા કરવામાં આવી.. વિધાર્થીઓને શિક્ષણ સાથે આપણા ધાર્મિક અંગે સજાગ્ર કરવા માટે શાળા આચાર્ય તરૂણાબેન મકવાણા તેમજ શાળા શિક્ષકો દ્ધારા એક અલગ પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં શાળાના દરેક વિધાર્થીઓએ ભગવાન શિવની માટી શિવલિંગ બનાવી અને મંત્રોચાર દ્ધારા પુજન કરવામાં આવ્યું. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાનો અનેરો મહિમા છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી જીવનમાં તમામ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આજે ભગવાન શિવની પુજામાં શાળા તમામ વિધાર્થીઓ , વાલીઓ તેમજ ગ્રામના આગેવાનો અને સમગ્ર સ્ટાફ જોડાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તરૂણાબેન મકવાણા તેમજ શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી..