23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના પોપટપરા ગરનાળા પાસેથી બે બાળકીનું અપહરણ થયાની વાત વહેતી થતાં પોલીસ દોડતી થઈ; એક બાળકી મળી ને ભાંડો ફૂટ્યો


રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પોપટપરાના ગરનાળા નજીક સેન્ટ્રલ જેલ પાસે આજે સવારના એક 9 વર્ષની બાળકી સહિત બે બાળકીનું અપહરણ થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારે 2 ડીસીપી, 4 પીઆઇ સહિત 70થી વધુ પોલીસની ટિમો દોડતી થઇ હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે આ પૈકી એક બાળકીને અપહરણ કરતા એને છોડી મૂકી હોવાની જાણ કરતા પોલીસે બાળકીની ઊંડાણ પૂર્વક પુછપરછ કરી તપાસ હાથ ધરી હતી. બાળકીને ટ્યુશનમાં ભણવા માટે જવું ગમતું ન હોવાથી સામે પડેલી ઠાર ગાડીના ચાલકે અપહરણ કર્યાની સ્ટોરી ઘડી હતી. જો કે આ પછી અપહરણની કોઈ ઘટના ન બની હોવાનું માલુમ થતા બે કલાકના અંતે પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -