રાજકોટ જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની આજે ચૂંટણીની ઔપચારિકતા બાદ વરણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે પ્રવીણા રંગાણી, ઉપપ્રમુખ રાજુ ડાંગર ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે પી.જી. કિયાડાની નિમણૂક કરવામાં આવી હતી. આ તકે સમર્થકોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા સમર્થકો દ્વારા જિલ્લા પંચાયત ચોકમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ તકે નવનિયુક્ત મહિલા પ્રમુખ પ્રવીણા રંગાણીએ જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારની મહિલાઓના વિકાસ માટે કામ કરીશ.તેમજ ઉપપ્રમુખ રાજુ ડાંગરે જણાવ્યું હતું કે, ખાસ કરીને ખેડૂતોનાં હિત માટે કામ કરવાનો મારો ધ્યેય છે. ખેડૂતો માટે સિંચાઈના પાણી અને 10 કલાક વીજળી સહિતની તમામ જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હાલમાં વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તેમનો ઉભો પાક નિષ્ફળ ન જાય તે માટેની તમામ જરૂરી સગવડ પુરી પાડવામાં આવશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારના લોકોનો વિકાસ થાય તે માટેના વિવિધ પગલાં લેવાની ખાતરી પણ તેમણે આપી હતી.પ્રવીણા રંગાણીનાં જણાવ્યા મુજબતેઓ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં કુપોષણનાં પ્રશ્નો સૌથી વધુહીવથી તેના પણ કામ વધુ કરશે