23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

મધર મહિલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પ્રણવકુમાર પટેલ દ્વારા સતત અગિયારમા વર્ષે 2500 થી વધુ મહિલાઓની સુંદર અને સફળ ભવ્ય કંવર થથેરા અને પાર્થેશ્વર શિવલિંગ પૂજાનું આયોજન કરાયું


મધર મહિલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પ્રણવકુમાર પટેલ દ્વારા સતત અગિયારમા વર્ષે 2500 થી વધુ મહિલાઓની સુંદર અને સફળ ભવ્ય કંવર થથેરા અને પાર્થેશ્વર શિવલિંગ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી અને કાંતિભાઈ બલાર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ  આજે સવારે 8 કલાકે મોટી સંખ્યામાં બહેનો કણવડમાં તાપી નદીનું પાણી લઈને સિદ્ધકુટીર મહાદેવ મંદિર, કાપોદ્રા થઈ રચના સર્કલ, સીતાનગર ચોક, પુણાગામ થઈ પુણાગામ તળાવ સામે જલાસાઈ ફાર્મ ખાતે પહોંચી હતી.  ત્યાં કંવર યાત્રા પૂર્ણ કર્યા બાદ સદગુરુ સંત શ્રી ઋષિ પ્રિતેશજીની અધ્યક્ષતામાં તમામ બહેનોએ સંતો-મહંતોની હાજરીમાં શિવલિંગના નશ્વર દેહનું સામૂહિક પૂજન કર્યું હતું. આ ઉપરાંત  આ કાર્યક્રમમાં 150 જેટલા સ્વયંસેવક ભાઈ-બહેનોએ ઉત્સાહભેર સહયોગ આપીને સફળ બનાવ્યો હતો.  સમગ્ર કાર્યનું સંચાલન શ્રી વિકુલરભાઈ કુંડિયાએ કર્યું હતું. તેમજ પૂજાના સમાપન બાદ તમામ બહેનો અને સ્વયંસેવકોએ સાથે મળીને દેશની એકતાના પ્રતિક ત્રિરંગો ફરકાવ્યો હતો અને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો હતો.  ત્યાર બાદ તમામ ઉપવાસી બહેનોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -