ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બલૈયા રોડ પર બલૈયા રોડ થી ઝાલોદ રોડ પર જવા માટે બાયપાસ રોડ બનાવવામાં આવેલો છે. આ માર્ગ બિસ્માર થઈ જવાના કારણે આજથી દોઢેક વર્ષ અગાઉ દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તેમ છતાંય લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગની નવીનીકરણની કામગીરી કરવામાં એકદમ ઉદાસીનતા દાખવીને આ માર્ગ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે જેના કારણે આ માર્ગ એકદમ બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે. આ માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા ઓ પડી ગયા છે અને આખો રસ્તો તૂટી જવા પામ્યો છે. ફતેપુરા નગરના પરિવહન ક્ષેત્ર ધોરી નસ સમાન ગણાતા આ માર્ગ પરથી ભાર વાહક વાહનો,માલવાહક વાહનો તેમજ તમામ પ્રકારના વાહનો અહીંથી પસાર થાય છે,ઝાલોદ દાહોદ તરફ જતી અને આવતી સરકારી એસટી બસો પણ અહીંથી જ પસાર થાય છે તેમજ ફતેપુરા નગર થી ઝાલોદ દાહોદ જવા અને આવવા માટે પણ નગરજનો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે ત્યારે નગરનો મુખ્ય ગણાતો આ માર્ગ જ બિસ્માર હાલતમાં પહોંચી જતા નગરજનો તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે સાંસદના હસ્તે ભૂમિ પૂજન અને ખાતમુહુર્ત થયું હોવા છતાં પણ આ માર્ગના નવીનીકરણની કામગીરી કરવામાં લાગતું વળગતું વહીવટી તંત્ર ઉદાસીનતા દાખવે છે અને આ માર્ગ પ્રત્યેક ગંભીર બેદરકારી દાખવે છે.જેને લઈને વાહન ચાલકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
રીપોર્ટ કિશોર ડબગર