રાજકોટ – જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવાનો મામલો સામે આવતા રાજકોટમાં ઈન્દ્રભારતી બાપુના સમર્થકોએ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેઓએ અમદાવાદના પ્રકાશ પીઠડીયા નામના શખ્સે વિવાદાસ્પદ નિવેદન કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવતા ઇન્દ્રભારતી બાપુના સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો આ સાથે વિવાદાસ્પદ નિવેદન કરનાર શખ્સની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સમર્થકો દ્વારા કરવામાં આવી હતી.