પવિત્ર યાત્રાધામ દ્વારકા જ્યાં ભગવાના શ્રી કૃષ્ણ નો વાસ છે, યાત્રાધામ દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિતે ખુબ મોટી માત્ર માં દર્શનાર્થી ની ભીડ ઉમટી, દ્વારકા મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો, દ્વારકાધીશ મંદિરે કૃષ્ણ જન્મોત્સવ ની ખુબ સારી રીતે ઉજવણી થનારી છે, દ્વારકાધીશ ના જન્મોત્સવ ને લઈ યાત્રિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણ મય બની ગઈ છે, ગોમતીઘાટના કિનારે બહોળી સંખ્યામાં યાત્રિકો જોવા મળી રહ્યા છે, ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશ નો નાદ દ્વારકામાં ગુંજી રહ્યો છે ભગવાન દ્વારકાધીશ ના જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવા માટે ભક્તો અધીરા બન્યા છે, જન્માષ્ટમી ઉત્સવને લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો યાત્રિકો ની સલામતી અને સુરક્ષા ને ધ્યાને લઈ dysp ના માર્ગદર્શન હેઠળ પૂરતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે
અનીલ લાલ