ચોટીલા નેશનલ હાઇવે ઉપર ખાડા ખબડા તેમજ ખરાબ રસ્તા ના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો, હાલ તહેવારના દિવસોમા ખરાબ રોડ રસ્તાના કારણે લોકોને ભારે હાલાકી પડી, વાંકાનેર બાઉન્ડ્રી થી ચોટિલા સુધી વાહનોની વહેલી સવારથી કતારો લાગી, ખરાબ રોડ રસ્તાના કારણે વાહનોના નાના મોટાં અક્સ્માતના બનાવ બનવાની શક્યતા રહે છે, નેશનલ હાઇવે ઉપર પુલોના કામ ગોકળ ગતિએ ચાલતું હોવાથી વાહન ચાકલકોને ભારે મુશ્કેલી પડી, હાલ રોડની નબળી કામગીરી જોય રોડ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવું હાલ સામે આવી રહ્યું છે, તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી રાઈ નથી, હાઇવે પરથી પસાર થતા રાજકીય આગેવાનો પણ આ રોડ રસ્તા ની હાલત જોઈને આંખ આડા કાન કરતાં હોય તેવું લાગી રહ્યું છે
રિપોર્ટર મુકેશ ખખ્ખર