સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી અંગે રોજ નવો વિવાદ ઉભો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વિવાદ છેડાયો છે.સ્વામીનારાયણ ધર્મના અપૂર્વ સ્વામીનો વિવાહીત વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓએ સિતાજી અને અનુસાણ જી વચ્ચેના વાર્તાલાપને અભદ્ર રીતે દર્શાવ્યો છે જેના કારણે સનાતન ધર્મના સાધુ સંતોમાં રોષની લાગણી છવાય ગયેલ છે.આ અંગે આજ રોજ રાજકોટના જગન્નાથજી મંદિરે સાધુ-સંતોની પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં રાજકોટ જૂનાગઢ સહિત અન્ય ગામોના સંતો મહંતો હાજર રહ્યા હતાં.અને સ્વામીનારાયણ ધર્મના સાધુ સંતો પર ભારે રોષ વ્યકત કર્યો હતો તેમજ સનાતન ધર્મ પર અભદ્ર ટીપ્પણી કરનાર સાધુ સંતોએ માફી માંગવા ઉગ્ર માંગ કરી હતી. તેમજ આ પ્રેસ કોન્ફરન્સ માં રાજકોટ જગન્નાથજી મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી, મહંત વ્રક્ત મંડળ રાજકોટના રાઘવદાસજી મહારાજ,તપસ્વી યોગી મનોહર નાથજી ધર્મદ્યક્ષ હિન્દુ યુવા વાહિની,મહંત યોગી છીપરાનાથજી ,ધર્મદ્યક્ષ હિન્દુ યુવા વાહિની,મહંત શ્રી પુરૂષોત્તમ દાસજી,સૂતા હનુમાનજી મંદિર રાજકોટ,મહંત શ્રી રામ ચરણ દાસ જી,લીલાપુર જસદણ નિર્મોહી આખડા મોહનદાસ જી મહારાજ હાજર રહ્યા હતા.