24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ રસરંગ લોકમેળો મુકાયો ખુલ્લો; સૌરાષ્ટ્રના સૌથી મોટા રસરંગ લોકમેળાનો શુભારંભ કેબિનેટ મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળીયા દ્વારા કરવામાં આવ્યો.. .


 

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાનું કેબિનેટ મંત્રી મુળુ બેરા અને કુંવરજી બાવળીયા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં ખેલૈયાઓ લોક નૃત્યના રંગે રંગાયા હતા. આ લોકમેળાનું નામ ‘રસરંગ લોકમેળો’ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં 5 દિવસ દરમિયાન 12 લાખ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા આધારે પોલીસના અધિકારીઓ, જવાનો અને કર્મચારીઓ સહિત 1300 જેટલા જવાનો તૈનાત રહેશે. જેઓ રાઉન્ડ ધ ક્લોક લોકોની સુરક્ષા માટે ફરજ પર તૈનાત રહેશે. આ વખતે પ્રથમ વખત ગુનેગારો પર નજર રાખવા માટે મેળામા બંદોબસ્ત માટે સૌરાષ્ટ્રભરમાંથી પોલીસને તૈનાત કરવા આયોજન કરવામાં આવ્યું છે લોકમેળાની આસપાસ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ 4 કરોડ રૂપિયાનું વીમા કવચ લેવામાં આવ્યું છે. દિવસમાં મિકેનિકલ ટીમ દ્વારા તમામ રાઇડ્સની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 15 વોચ ટાવર પરથી વીડિયોગ્રાફીથી નજર રાખવામાં આવશે. આ સાથે લોકોની સુરક્ષા અને સુવિધા માટે ચાર કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે. જરૂરિયાતના સમયમાં આ કંટ્રોલરૂમ પર સંપર્ક કરી શકાશે. જેમાં લોકમેળા સમિતિ, પોલીસ કન્ટ્રોલ, રાજકોટ મહાનગરપાલિકા અને PGVCL તથા ઇલેક્ટ્રિક કંટ્રોલરૂમ તૈનાત કરવામાં આવ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -