મૂળ જામનગરના વતની અને લોકસાહિત્ય કાર અને પ્રખર ભજનિક તરીકે જાણીતા એવા શ્રી લક્ષ્મણ બારોટ નું આજે નિધન થયું છે. જેથી તેના સમર્થકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.તેઓએ નાનપણથી જ આંખો ગુમાવવી પડેલી પણ આ આંખોની શક્તિ સૂરમાં સમાણી અને હાલ ગુજરાતનાં પ્રથમ કક્ષા – સંત ભજનિક તરીકે નામના ધરાવે છે. તેમજ તેમની એક ખાસિયત એ હતી કે નારાયણ સ્વામિ સાથે સૌથી વઘુ લાઈવ પ્રોગ્રામો જુગલબંધીમાં તેમણે કરેલા છે . ૧૯૯૪ થી ભવનાથ તળેટી ખાતે તેઓ ઉતારો કરે છે. “લક્ષ્મણ બારોટનો ઉતારો ” જેમાં આજ સુધી ભજન અને ભોજન કરીને લોકો આનંદ અનુભવે છે. તેમજ તેમનો હાલનો ચાહક વર્ગ યુવાન છે. એમ કહી શકાય કે લક્ષ્મણ બારોટના ભજનમાં ૮૦ ટકા ઉપર યુવાનો હોય છે. એક આદર્શ સમાજ સેવક કહી શકાય કારણ કે તેમણે યુવાનોને ભજનમાં રસ પેદા કરાવ્યો છે.હાલ માં તેઓ કૃષ્ણપરી – રાજપારડી – ભરુચ ખાતે આશ્રમ ધરાવે છે. જે આશ્રમ ખાતે આવતીકાલે અંતિમ વિધિ કરવામાં આવશે.
જામનગરના વતની પ્રખર ભજનિક લક્ષ્મણભાઈ બારોટનું નિધન થતાં સમર્થકોમાં ઘેરા શોકની લાગણી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -