માણાવદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ સંદર્ભે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ચાર પાંચ છ અને સાત આઠ નવ એમ બે ગ્રુપોને ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્ર સંદર્ભે પ્રશ્નોત્તરી આપવામાં આવેલી હતી જેમાં 250 બાળકોએ ભાગ લીધો હતો. ભાગ લેનાર બાળકોને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ઇનામરૂપે ભેટો આપવામાં આવી હતી.શ્રી કૃષ્ણ જીવન ઉપર રચાયેલા ગીતોની ગાયકીનો કાર્યક્રમ રખાયો હતો જેમાં વિવિધ બહેનોએ પોતપોતાના ગ્રુપો બનાવ્યા હતા કુલ નવ ગ્રુપે ભાગ લીધો હતો તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા બહેનો ના ગ્રુપોને આયોજકો તરફથી ઇનામો અપાયા હતા તેમજ ભાગ લેનાર દરેક સ્પર્ધક મહિલાઓને પણ પ્રોત્સાહન ઇનામો અપાયા હતા. આ સ્પર્ધામા સૌથી આકર્ષણનું કેન્દ્ર સૌથી નાનકડી બેબી બની હતી તેમણે શિવજીનું તાંડવ નૃત્ય કરી સ્પર્ધામાં પ્રાણ ફૂંકયા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા વિહિપ અને બજરંગ દળના કાર્યકરોએ અથાગ પરિશ્રમ કર્યો હતો
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર