રાજકોટની પ્રતિષ્ઠિત સહેલી લેડિઝ ક્લબ દ્વારા ધો. 1 થી 12 વિધ્યાર્થીઓ કે જેઓને 70% ઉપર માર્કસ આવેલા હોય તે તમામ વિધ્યાર્થીઓનેશિલ્ડ આપીપ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ આ સમગ્ર આયોજન સહેલી લેડિઝ ક્લબના પ્રમુખ જિતાબેન દાંતની દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં બાળકોમાટે ફેન્સી ડ્રેસ અને બહેનો માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનારને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.