અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગામડાઓમાં નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ નાગ પંચમીના શુભ દિવસે બાવળા તાલુકાના ગામડાઓમાં નાગ મંદિરોમાં ભક્તો ની ભીડ જોવા મળી હતી નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ, રાહુ કે કેતુ દોષ હોય તેમણે આ દિવસે વિશેષ પૂજા કરવી જોઈએ તલવટ અને કુલેરનો પ્રસાદ દાદાને ચડાવવામાં આવે છે કોરોના પછી ઘણા સમય પછી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને નાના બાળકોએ મેળાની ખુબ મોજ માણી હતી
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર