રાજકોટમાં લીમડા ચોક નજીક મોટી સંખ્યામાં મોબાઈલ એસસરીઝની દુકાનો આવેલી છે ત્યારે ત્યાં મોબાઈલ એસેસિરિઝનું વેચાણ કરતી દુકાનો પર દરોડા પડ્યા હતા. ખાનગી કંપની મોબાઈલ એસેસિરિજ કંપનીઓના અધિકારીઓ અને પોલીસ સાથે રાખી દરોડા પાડવામાં આવતા મોટી માત્રામાં ડુપ્લીકેટ મોબાઈલ એસેસિરિઝ મળી આવતા તમામ એસેસિરિઝ જપ્ત કરવામાં આવી હતી તેમજ દરોડાની જાણ થતાં જ રાજકોટમાં મોબાઈલ એસેસિરિઝનું વેચાણ કરતી દુકાનો ટપો ટપ બંધ થવા લાગી હતી.