આજરોજ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ અને અન્ય કોંગ્રેસી નેતાઓ તેમજ સાડીબાર શાખા યુવક મંડળ તથા નકલંક સેવા સમિતિ રાજકોટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી વિરોધ પ્રગટ કરાયો હતો. અને સાળંગપુર માંથી હનુમાનજી મહારાજનાં વિવાદીત ભિત ચિત્રો તાત્કાલિક હટાવવા માંગણી કરાઈ હતી. તેમજ સંસ્થા અને કોંગ્રેસે પાઠવેલા આવેદનમાં જણાવાયું હતું કે સાળંગપુર હનુમાનજીના મંદિર પરિસરમાં મૂર્તિ મુકવામાં આવી છે. તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા હનુમાનજી મહારાજને સહજાનંદ સ્વામીનાં દાસ બતાવવામાં આવ્યા છે.જે હિંદુધર્મના દેવ એવા હનુમાનજી મહારાજનું ફળાહળ અપમાન છે. જેમાંથી હિંદુસમાજ અને ધર્મ પ્રેમીઓની લાગણી દુભાય છે. હનુમાનજી મહારાજ માત્રને માત્ર ભગવાનશ્રી રામના જ ભકત દાસ છે. હતા અને રહેશે. તેમજ સાળંગપુર નજીક જ કુંડળ સ્વામીનારાયણ મંદિરના પરિસરના બગીચામાં પણ નીલકંઠ વરણી સ્વામીને ફુલહાર આપતા હોય એવું ચિત્ર ઉભું કર્યું છે. એ દાદાનું ફળાહળ અપમાન છે. તો આ તાત્કાલીક ધોરણે સરકારને જાણ કરી પગલા લેવા અમો સરકાર દ્વારા માંગણી કરીએ છીએ કે,આવા ધર્મના પોતાની સગવડતા મુજબ ફેરફાર કરીને ધર્મમાં માનનાર લોકોની ભાવનાને ઠેસ પહોચાડવાનું હિન કૃત્ય કરતા લોકો સામે સખ્ત પગલા ભરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃતિ જે હિન્દુ ધર્મમાં માનનાર લોકો છે તેની લાગણીને ઠેસ ન પહોંચે તે અંગે ઘટતું કરવા અંગે અમારી માંગણી છે. તેવું તેઓએ જણાવ્યું હતું.