સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ઔદિચ્ય સતરતડ બ્રહ્મ સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમારંભના અધ્યક્ષ સ્થાને સમાજ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા સમયમાં શિક્ષણનું સુ મહત્વ છે તે માટે આવા કાર્યક્રમો થકી જાગૃત કરવું જરૂરી છે. કાર્યક્રમમાં એલ.કે.જી. યુ.કે.જી. તેમજ ધોરણ એકથી બાર ધોરણ તેમજ કોલેજ અને ઈતર પ્રવૃત્તિમાં સારું પ્રદર્શન કરનાર દીકરા દીકરીઓનું પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં બ્રહ્મસમાજના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ભટ્ટ, મહામંત્રી, ભુનેશભાઈ દવે, ખજાનચી,હીમાંશુભાઈ રાવલ, સહિત કારોબારીના સભ્યો તેમજ સમાજના અગ્રણી આગેવાનો યુવક મંડળના સભ્યો સહિત બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ, બહેનો, અને બાળકો સહિત વડીલો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા