રાજકોટ જિલ્લા ના જેતપુર ના જેતલસર ગામ માં રક્ષાબંનધ નો તહેવાર ખાસ રીતે ઉજવવામાં આવે છે અહીં હળીયું દોડ એટલે કે હળ દોડ થયા છે અને ખાસ રીતે અહીં આવતા વર્ષે વરસાદ કેવો રહેશે અને કેટલો આવશે તેની ભવિષ્ય જોવામાં આવે છે, જેતલસર ગામ માં સવારે રક્ષાબંધન ના તહેવાર બાદ બપોર બાદ અહીં ગામ લોકો ને ભેગા કરવામાં આવે છે, અને એકે વિધિ કરવામાં આવે છે, જેમાં પ્રથમ તો 4 ઘડા એટલે કે નાની માટલી લેવા માં આવે છે જેને આપણા 4 મહિના ના નામ આપવા આવે છે જેમાં જેઠ , અષાઢ, શ્રાવણ ,ભાદરવો એમ નામ મુકવામાં આવે છે અને તેની સાથે 4 ભૂમિ પુત્રો ને બોલાવી તેના હાથે તેને પાણી થી ભરવામાં આવે છે, અને આ ભરેલા ઘડા નું આ ભૂમિ પુત્રો ના હાથે પૂજન કરવામાં આવે છે, અને તેનું અમુક સમય બાદ તેની અંદર રહેલા પાણી નું નિરીક્ષણ કરી ને આવતા વર્ષે વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવા માં આવે છે જે મુજબ આવતા વર્ષે ભાદરવામાં વરસાદ સારો રહેશે તેવું અનુમાન લગાવામાં આવ્યું હતું, આ વિધિ માં સાથે ખેતર માં વપરાતા હળ નું પૂજન કરવામાં આવે છે અને પછી જે ભૂમિ પુત્રો એ ઘડા નું પૂજન કરેલ હોય તેવો ની એક હળી એટલે કે દોડ લગાવવામાં આવે છે અને વિજેતાને ભેટ આપવામાં આવે છે સાથે ગ્રામજનોના મો મીઠાં પણ કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસર ગામમાં રક્ષાબંનધનો તહેવાર ખાસ રીતે ઉજવાયો…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -