સુરેન્દ્રનગરમાં અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મહિલાઓએ વૃક્ષોને જાતે બનાવેલી રાખડીઓ બાંધી અને વૃક્ષા વાવવાની નેમ લીધી હતી. આ કાર્યક્રમ છેલ્લા 14 વર્ષથી ચલાવવામાં આવે છે. જેમાં લોકોને રક્ષાબંધન થકી વૃક્ષો વાવેતર જાગૃતિ લાવવા પ્રયાસ કરાય છે. વૃક્ષો અંગે લોકોમાં જાગૃતિ આવે માટે સુરેન્દ્રનગરમાં સતત 14 વર્ષથી પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન મહિલાઓ સાથે રાખી વૃક્ષાબંધનની ઉજવણી કરાય છે. જેમાં રક્ષાબંધન પહેલા સૌથી પહેલાં રાખડી વૃક્ષને બાંધે છે. પછી પોતાના ભાઇને બાંધે છે. આથી આ વર્ષ પણ આયોજન કરાતા શહેરના માનવમંદિર ખાતે આ અનોખી ઉજવણી કરી હતી. આ અંગે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીએ જણાવ્યું કે કોરોના કાળમાં ઓક્સિજન આપતા વૃક્ષની કિંમત લોકોને સમજાઇ હતી એટલે વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો સાથે ઓક્સિજન પણ મળી રહે. આપણી સંસ્કૃતિમાં સૂરજને દાદા, ચાંદાને મામા, નદીને માતા પર્વતને પિતાં કહે છે તો વૃક્ષને પોતાનો ભાઇ બનાવીએ. એક વૃક્ષ જરૂર વાવો વૃક્ષથી તડકો, ઓછો થાય છે એના થકી કાળજાળ ગરમીમાં રાહત મળી શકે છે સાથે જીવન માટે શુદ્ધ હવા અને ઓકસિજન પૂરું પાડે છે. એના થકી અન્ય લોકો પણ શીખ લઈને એક વૃક્ષ વાવે જેથી આવનાર સમયમાં એનો લાભ લય શકાય તો વૃક્ષ પ્રત્યેની આપણી આટલી જવાબદારી તો બને છે. આથી મહિલાઓ તથા વિદ્યાર્થિનીઓ જોડાઇ જાતે બનાવેલી રાખડી વૃક્ષને રાખડી બાંધી હતી. જ્યારે એક વૃક્ષ વાવનાની નેમ સાથે આ દીવસની ઉજવણી કરવામાં આવી હતી.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }