ધોરાજીના ગેલેક્સી ચોક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે રાજ્ય સરકારે બક્ષીપંચ સમાજ માટે 27% સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામતનો લાભ આપતા જેને ખુશાલીમાં કાર્યક્રમ યોજાયો હતો પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને ગુજરાત પરદેશી મહામંત્રી કિશોરભાઈ રાઠોડ એ જણાવેલ કે જરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઝવેરી પંચના નિર્ણયને સ્વીકાર કરી બક્ષીપંચ સમાજને 27% અનામતની જાહેરાત કરેલ છે જેને અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા દ્વારા આવકારવામાં આવે છે તેમજ સહર્ષ વધાવી આનંદ ની લાગણી અનુભવી હતી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો અંતઃકરણપૂર્વક આભાર માનેલ હતો આ પ્રસંગે વધુમાં જણાવેલ કે ગુજરાત બક્ષીપંચ સમાજ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર 27% નું પ્રતિનિધિત્વ મળવાનો છે ત્યારે રાજકીય ક્ષેત્રે ગુજરાતમાં બક્ષીપંચ સમાજનો વિકાસ થશે અને નાનામાં નાના ગરીબમાં ગરીબ પરિવારને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો લાભો મળશે તે બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો પ્રસંગે ધોરાજીના આઝાદ ચોક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ભવ્ય આતશબાજી સાથે વિજય ઉત્સવ ઉજવ્યો હતો બાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરી સૂત્રો ચાર પોકાર્યા હતા. બાદ આંબેડકર ચોક ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી આનંદ ઉલ્લાસ સાથે વાતાવરણ જુમી ઉઠ્યું હતું…
રિપોર્ટર :- વિમલ સોંદરવા // ધોરાજી