રક્ષાબંધનનાં પાવન પર્વે પ્રજાપિતા બહ્માકુમારી વિશ્વવિદ્યાલય સેવા કેન્દ્ર ચોટીલા મુકામે મુખ્ય સંચાલિકા આદરણીય મીરાદીદીનાં માર્ગદર્શન નિચે ચોટીલાનાં પત્રકાર મિત્રોને આમંત્રણ આપી સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ભનુભાઇ ખવડે ( ઇતિહાસકાર, સાહિત્યકાર,) વિધ્યાલયનો પરિચય આપી પત્રકારમિત્રોને તેમના ક્ષેત્રમાં આધ્યાત્મિકતા સાથે રાખી પોઝિટિવ સંદેશો લાખો લોકો સુધી પહોચાડે તેવી આશા વ્યક્ત કરતા પત્રકાર મિત્રોને કહયુ કે તમારુ ક્ષેત્ર સંદેશા દ્રારા સારી માનવ સેવા કરી શકે તેમ છે ,તો અત્યારે ચારેબાજુ નેગેટિવ વાતાવરણ ઘેરાયેલું છે તેવા સમયે વધુને વધુ પોઝિટિવ સંદેશો સમાજને પહોચાડશો તેવી વિનંતી કરવામાં આવી હતી ત્યાર પછી આદરણીય મીરાદીદી દ્રારા આપણી પરંપરા મુજબ ઉજવાતા તહેવારોની અંદર આધ્યાત્મિક રહસ્ય સમાયેલુ છે તેની વિસ્તૃત છણાવટ કરી રક્ષાબંધન નિમિતે પત્રકારમિત્રોને રક્ષાસૂત્ર બાંધીને દક્ષિણામા આપણા વ્યસ્નો, કુટેવોને માગવામાં આવ્યા અને વધુને વધુ સ્થુલ જીવન સાથે બધા અધ્યાત્મ જીવન પણ અપનાવી ભાવી પેઢીને પ્રેરણા આપો તેવી આશા વ્યક્ત કરવામાં આવી, અને તમામ મિત્રોને માઉન્ટ આબુ ખાતે પત્રકાર સેમિનારમાં પધારવાનું નિમંત્રણ આપવામાં આવ્યું, સાથે સહસંચાલિકા ઉમાદીદી તેમજ હરદેવસિહ અને વાઘુભાઇ ખવડે આ કાર્યક્રમને સફળ બનાવવા સારી સેવા આપી હતી,
રિપોર્ટર મુકેશ ખખ્ખર