રાજકોટમાં માધાપર ચોકડી પાસે આવેલ શ્રી ગાંધી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટ ની જમીનનું સંપાદન કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરી કરાવવામાં તેવી માંગ સાથે વોહરા સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવવામા આવ્યું હતું. તેમજ તેઓએ જણાવ્યું હતું કે તેઓ સરકાર દ્વારા બનાવવામાં આવતા પુલની કામગીરી સાથે સપૂર્ણ સહમત છે પરંતુ તેઓની માંગ ફક્ત સંપૂર્ણ કામ લીગલી કરવામાં આવે એટલીજ છે.