જંબુસર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 5 આંબેડકર મહોલામાં ગટર ઉભરાવવા ઢાકણ તૂટેલા પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય. જે સહિતના પ્રશ્નો અંગે આંબેડકર મહોલાના રહીશો દ્વારા તારીખ 14 /8/ 2023 ના રોજ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તેનો આજદિન સુધી હલ નહીં આવતા નગરપાલિકા ખાતે મહિલાઓ આવી પહોંચી હતી. જ્યાં ઉપગ્રહ રજૂઆતો કરી હતી. ગટર ઉભરાવાની સમસ્યા, પાણીમાં ગંદુ પાણી મિક્સ થતું હોય આ સહિત અનેક પ્રશ્નોને લઈ અગાઉ સત્તાધીશો દ્વારા ઠાલા વચનો આપવામાં આવ્યા હતા. તથા વોર્ડ નંબર 5 ના ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા આજ દિન સુધી રહીશોના પ્રશ્નોના નિરાકરણ માટે કે મુલાકાત અર્થે પણ આવ્યા નથી. જેને લઇ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહીશોને રોગચાળો ફેલાવવાની ભિતી સેવાઈ રહી છે .વહેલી તકે આંબેડકર મોહલાની સમસ્યા હલ થાય તેમ રહીશો ઇંચછી રહ્યા છે.
મનીષ પટેલ જંબુસર