ભાવનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે કોલેજ રોડ વિજયરાજનગરના નાકે આવેલ ડાહ્યાભાઈ સર્કલથી એક રીક્ષા માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોકલાવાઈ રહ્યો છે જે હકીકત આધારે સર્કલ પાસેથી રીક્ષા નં-જી-જે-05-ડબલ્યુ-1392 શંકાસ્પદ હાલતમાં પસાર થતા રીક્ષા અટકાવી ચાલકનું નામ-સરનામું પુછતા મુકેશ રવજી રાઠોડ હોવાનું જણાવેલ તથા રીક્ષામાં ચેક કરતાં દારૂની 54 બોટલ કિંમત મળી આવેલ આ દારૂ અંગે પુછતા મુકેશે જણાવ્યું હતું કે શહેરના ગોપાલ જેન્તિ વાઘેલા તથા દિપક ઉર્ફે અગુ બળવંતરાય બારોટ આ ઈંગ્લીશ દારૂ ની હેરાફેરી માટે જણાવ્યું હતું આથી આ શખ્સો વિરુદ્ધ પણ ગુનો નોંધી દારૂ એક મોબાઈલ તથા રીક્ષા મળી કુલ રૂ.48,900/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર