જામકંડોરણા કાલાવડ રોડ પર પુરપાટ આવેલી ઈક્કો ગાડીએ મંદિરના ઓટા પર બેઠેલા વ્યક્તિને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જામકંડોરણા તાલુકાના કાના વડાળા ગામ પાસે કમલેશ્વર મહાદેવ મંદિર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો મંદિરના ઓટલે બેઠેલા યુવક પર પુરપાટ ઝડપે આવતી ઇક્કો કાર ચડી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું મોત નીપજ્યું હતું મૃતદેહ જામકંડોરણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો મૃતકનું નામ જામકંડોરણા તાલુકાના કાનાવડાળા ગામના ખુમાનસિંહ જાડેજા હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત સર્જી ઇકકો કાર ચાલક કાર છોડી ભાગી છૂટયો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ… પ્રવિણ દોંગા જામકંડોરણા