32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

કેશોદની બજારોમાં રક્ષાબંધન નજીક આવતાં ઓમ અને રૂદ્વાક્ષવાળી રાખડીઓ વધુ પ્રચલીત બનતા બજારમાં જામ્યો ખરીદીનો માહોલ:દશ રૂપિયાથી આઠસો રૂપીયા સુધીની કિંમતની રાખડીનું બજારમાં વેંચાણ…


રક્ષાબંધનના પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાંથી અવનવી રાખડીઓની ભરપૂર ખરીદી થઇ રહી છે જેમાં ખાસ કરીને મોતી, ડાયમંડ, ક્રીસ્ટલ, દોરીવર્ક, સ્વસ્તિક, અને ગણેશજી વાળી અવનવી રાખડીઓ બજારમાં આવી છે તેમાંય આ વર્ષે ફોટાવાળી રાખડીઓની વધુ ખરીદી થઇ રહી છે તેમજ દર વર્ષની જેમ આ વર્ષે બાળકોને પ્રીય એવી કાર્ટુન કેરેક્ટરની રાખડીઓ પણ બજારમાં આવી છે તેમજ ભાભી માટેની લુંબા રાખડીઓ અલગ અલગ ડીઝાઇનમાં આવી છે ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં મંડપો રાખડીના વેચાણ માટે બનાવાયા છે આ ઉપરાંત ફેરી કરતી બહેનો પણ દરરોજ સવાર સાંજ વિવિધ વિસ્તારોમાં રાખડીઓ વેચવા જાય છે તેની પાસે પ્રમાણમાં સસ્તી અને સારી રાખડીઓ મળી રહેછે તેની પાસે રૂા.10થી લઇને 100 રૂપિયા સુધીની રાખડી હોય છે જ્યારે બજારમાં રૂા.10થી લઇને 700 થી 800 સુધીની કીંમતે રાખડીઓ વેચાઇ રહી છે હજુ રક્ષાબંધનને થોડા દિવસોની વાર હોય અને છેલ્લી ધડીએ પણ રાખડીઓની પુષ્કળ ખરીદી થશે તેવો વેપારીઓનો મત છે. તેમજ રાખડીઓના ભાવમાં 10 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બાળકોની રાખડીમાં 5 ટકા જેટલો વધારો થયો છે. આ ભાવ વધારાના કારણે ક્યાંક ને ક્યાંક ગ્રાહકો સહિત વેપારીઓને પણ મોંધવારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે બહારગામ રહેતાં ભાઈઓને સમયસર રાખડી મળી રહે એ માટે પોસ્ટ વિભાગ દ્વારા અને કુરીઅર એજન્સી દ્વારા ઝડપી સેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે

રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -