હિંદુ ધર્મના તમામ ગ્રંથોમાંથી સ્કંદ પુરાણમાં શીતળા સાતમના મહત્વનું વર્ણન જોવા મળે છે.તેમાં જણાવ્યા મુજબ, શીતળા માતાનું આ સ્વરૂપ સૌથી ઠંડુ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળે છે અને સુંદર શરીર મળે છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરે છે તેના સમગ્ર પરિવારના રોગો શીતળા માતાની કૃપાથી નાશ પામે છે. કહેવાય છે કે ઈચ્છા ગમે તેટલી મુશ્કેલ હોય પરંતુ સાચા મનથી ઈશ્વરની પૂજા કરવામાં આવે તો તે અવશ્ય પૂર્ણ થાય છે. શીતળા માતાના હાથમાં સાવરણી, કળશ, સૂપડું અને લીમડાના પાંદડા જોવા મળે છે, અને તેઓ ગધેડા પર સવારી કરે છે. તેમના સારા સ્વભાવના કારણે તેઓ શીતળા માતા તરીકે ઓળખાય છે શાસ્ત્રો અનુસાર, શીતળા માતાની પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિની સાથે હવામાનના કારણે શરીરમાં થતા રોગો અને વિકારો પણ શીતળા માતાની પૂજાથી દૂર થાય છે.શીતળતા પ્રદાન કરતી માતા શીતળા પર્યાવરણને સ્વચ્છ રાખવાની પ્રેરણા આપે છે. એવું કહેવાય છે કે શીતળા માતાનું આ વ્રત સંક્રમણના રોગોથી મુક્તિ અપાવે છે ધાર્મિક સ્વરૂપની સાથે સાથે શીતળા માતાના આ તહેવારનું વૈજ્ઞાનિક મહત્વ પણ વધુ છે. એવું કહેવાય છે કે હકીકતમાં આ એક વૈજ્ઞાનિક તહેવાર છે. આ દિવસથી ઉનાળાની વિધિવત શરૂઆત થાય છે.
મનીષ પટેલ