રાજકોટ ભાવનગર રોડ પર પટેલ વાડીની સામે આવેલ પ્રાચીન શીતળા માતાજીના મંદિર ખાતે આજે સાતમના દિવસે બહેનોની દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી. નાના બાળકોને કોઈ પણ જાતની બીમારી હોય તો બાળકની માંટા દ્વારા માનતા રાખવામાં આવે છે. તેમજ શીતળા સાતમમાં દિવસ એઆ માનતા પૂરી કરવા દૂર દૂર થી મહિલાઓ અહી આવે છે તેમજ સાતમ ના દિવસે ટાઢું ખાવામાં આવે છે તેમજ બહેનો દ્વારા શીતળામાંની વાર્તા સાંભળીને ધન્યતા અનુભવવામાં આવે છે.