32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ગોંડલમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ ચાલુ બસે દુષ્કર્મ કરનાર આરોપીને એસીએસટી સેલે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.


ગોંડલમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ ચાલુ બસે દુષ્કર્મ કરનાર આરોપીને એસીએસટી સેલે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. બનાવ નાં તપાસનીશ એસસીએસટી સેલ ના ડીવાયએસપી રત્નુ એ જણાવ્યું કે આરોપી અને ભોગબનનાર યુવતી વચ્ચે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક થયા બાદ મોબાઇલ નંબર ની આપલે કરી મિત્રતા બંધાઇ હતી.રુબરુ મુલાકાતો પણ થતી હતી. દરમિયાન આરોપી સાગર કુકડીયાએ ગત તા.૧૩ નાં યુવતીને લગ્ન ની લાલચ આપી  સુરત મારા સબંધી રહેછે તે લગ્ન ની વ્યવસ્થા કરી આપશે તેવુ કહી બાઇક પર ભગાડી ગયો હતો.રાજકોટ પહોંચી ખાનગી લકઝરી બસ મા બન્ને સુરત જવા નિકળ્યા હતા.રસ્તા મા ચાલુ બસે સ્લિપિંગ સોફા માં યુવતિ ની ઇચ્છા વિરુદ્ધ સાગરે બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતુ.સુરત પહોંચી જે સબંધીને મળવાનું હતુ તેનો સંપર્ક નહી થતા સાગરે યુવતીને ચોટીલા મારો મિત્ર છે ત્યાં જઈએ તેવુ કહી બન્ને ચોટીલા આવ્યા હતા.ચોટીલા માં સાગર નાં મિત્ર એ મોબાઇલ નહી ઉપાડતા અને ગોંડલ થી સાગર ના ભાઇ નો પરત ફરવા માટે નો ફોન આવતા બન્ને ગોંડલ આવ્યા હતા દરમિયાન સાગર ના ઘરે સાગર ની માતાએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી  તારી સાથે સાગર ના લગ્ન શક્ય નથી તેવુ જણાવતાં યુવતિને પોતાની સાથે ધોખો થયાનું જણાતાં બનાવ અંગે પોલીસ માં ફરિયાદ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -