સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક સંધના આગેવાનો અને સભ્યોએ કલેક્ટર કચેરીએ લેખીત રજૂઆત કરી હતી.જેમાં શિક્ષકોના વિવિધ પ્રશ્નોનો નિકાલ લાવવા માટે માંગ કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઇ સભાડ અને મંત્રી ગંભીરસિંહ બોરાણા અને મુખ્ય શિક્ષક સંઘ HTAT મહામંત્રી મહિપતભાઈ જીડીયા સહિતના શિક્ષક અગ્રણી આગેવાનોએ રાજ્ય સરકારના મુખ્ય દંડક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને કલેકટર કચેરીમાંને લેખિત રજૂઆત કરીને શિક્ષક જગતના ત્રણ જૂના અને મહત્વના પ્રશ્નો લાંબા સમયથી પડતર છે તે ઉકેલવા માટે માંગણી કરી હતી.જેમાં જણાવ્યા મુજબ મુજબ આ અગાઉ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, કર્મચારી મહામંડળ અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પ્રશ્નો માટે 2022માં લડત શરૂ કરાઇ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સુરેન્દ્રનગર દ્વારા કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. સરકાર સાથે થયેલ સમાધાન મુજબ મુખ્ય ત્રણ પ્રશ્નો ના ઉકેલ ન મળતા રજૂઆત કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે માગણીઓમાં જોઈએ તો 1-4- 2005 પહેલાં ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને થયેલ સમાધાન મુજબ જૂની પેન્શન યોજનામાં સમાવવા તેમજ 1-4- 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓને સીપીએફ માં 10% ના બદલે 14% ફાળો ઉમેરવા અને 45 વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ અને લાભ આપવા બાબતની મુખ્ય ત્રણ બાબતોનો સમાવેશ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ મહામંત્રી સાથે શિક્ષકોએ રજૂઆત કરી.. હતી.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }