સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદ ખાતે આજરોજ બ્રહ્માંનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા ઊર્જાના બિન પરંપરાગત સ્ત્રોત અંગેની જાણકારી અને જાગૃતતા આપતો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં લોકવિજ્ઞાન કેંન્દ્ર વતી શારદાબેન રાખોલિયા દ્વારા શાળાની વિધાર્થીનીઓને ખુબજ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં પ્રશ્નોતરી યોજીને વિજેતા વિદ્યાર્થિનીઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ સાથે શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમનું સંચાલન શ્રી એન.એસ.શામળા અને આભાર વિધી શ્રી ડી.પી.કરમટા દ્વારા કરવામાં આવી હતી.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ