કેશોદના સોની સમાજમાં વ્યાપારી વિકાસ મહામંડળ સાધારણ સભા મળી હતી તેમજ આ સાધારણ સભામાં સાંસદ રમેશભાઈ ધડુક સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠક દરમિયાન વેપારી સંગઠનને વધુ મજબુત બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. તેમજ વ્યાપારી વિકાસ મહામંડળ ની નવ નિયુક્ત બોડીગ અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમવાર આ રિતે ભવ્ય સાધારણ સભા બોલાવવામાં આવી હતી અને તેમાં નવ નિયુક્ત પ્રમુખ વિરમભાઈ આડેદરાનું તમામ વેપારીઓ તથા આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આ સમભામાં મંત્રી સાવલીયાએ જણાવ્યું હતું કે કેશોદના ટોલનાકા મુદે કોઈ ભવિષ્યમાં લડત કરશે તો વ્યાપારી વિકાસ મહામંડળ તમને ચોક્કસ સાથ સહકાર આપશે.
રિપોર્ટર -દિનેશ મહિડા કેશોદ જુનાગઢ