આમ આદમી પાર્ટી દ્વારા સણોસરા થી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ચોટીલા તાલુકાના 36 થી વધુ ગામડાના રસ્તાઓની બીમાર હાલત હોવાથી તેના અનુસંધાને રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જેમાં ચોટીલા થી જસદણને જોડતો રોડ ફોર લાઈન બનાવવાની માંગ કરવામાં આવી હતી. તેમજ રસ્તા ખરાબ હોવાના કારણે લોકોને દવાખાને સુધી પહોંચવામાં વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી પહોંચવામાં તેમજ વાહનોમાં વધુ મેન્ટેનન્સ આવતું હોવાના આક્ષેપો કરી રાજુભાઈ કરપડાએ મૌખિક મામલતદાર રજૂઆત કરી હતી. આ સાથે વધુમાં સત્તાધારી સરકાર દ્વારા માત્ર કાગળ જ ઉપર કામો થાય છે તેવા આક્ષેપો પણ રાજુભાઈ કરપડાએ કર્યા હતા. તેમજ આવેદનપત્ર આપી વળતો જવાબ આપવા માટે પણ રાજુભાઈ કરપડાએ મામલતદારને જણાવ્યું હતું. આ સાથે જો ટૂંક સમયમાં તાલુકાના રસ્તોના કામ શરૂ નહીં થાય તો જલદ આંદોલન કરવાની ચીમકી પામ આપ દ્વારા આપવામાં આવી હતી
રિપોર્ટર મુકેશ ખખ્ખર