રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા એસોસિયેશનના સભ્યો માટે MSME ના લાભો, GST અંગે વિસ્તૃત માહિતી તેમજ પેમેન્ટ રિકવરી અંગેની માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમગ્ર આયોજન રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન હોલ, ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. તેમજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હાર્ડવેર મેન્યુફેકચર્સ એશોસિયેશનના પ્રમુખ મનીશભાઈપટેલ, ઉપપ્રમુખ જીજ્ઞેશભાઇ વિરડીયા, મંત્રી મહેશભાઈ લક્કS તેમજ ખજાનચી દિલિપભાઇ રૂપારેલીયા દ્વારા કરવામાં આવ્યું હતું.