GHCL Foundation sutrapadaનાં VTI કેન્દ્ર માં સંસ્થાનાં કાર્યક્ષેત્રનાં ૬૦ ગામોમાંથી આવેલ ૮૦થી વધારે પ્રગતિશીલ ખેડૂત તેમજ વિસ્તરણ સહાયકો માટે ટકાઉ અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ તેમજ હાલનાં સમયમાં ખેડૂતોએ વાવેતર કરવામાં આવેલ પાકો માટે સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આં તાલીમ લેવાં માટે જામકાથી પરસોત્તમભાઈ સિદપરા હાજર રહી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તેમજ ગાયનાં છાણ અને ગૌમુત્ર માંથી એનએરોબિક કલ્ચર બનાવી ખેતી માટે વપરાશ કરી રાજ્ય નાં આદરણીય રાજ્યપાલ શ્રી દેવવ્રતજીની મુહીમમાં જોડાઈ જવા આહવાન કર્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારથી પાક સરંક્ષણ નિષ્ણાત રમેશભાઈ રાઠોડે હાજરી આપી હાલનાં સમયમાં ખેડૂતોએ વાવેતર કરવામાં આવેલ પાકો માટે સંકલિત રોગ જીવાત નિયંત્રણ માટે નિ અવનવી પધ્ધતિ અંગે ખેડુતોને માહિતગાર કર્યા હતા. VTI કેન્દ્ર નાં મેનેજર અજીતભાઇ બારડે સંસ્થામાં ચાલતાં વિવિધ પ્રકારના રોજગાર લગતા અભ્યાસક્રમો અંગે માહીતી આપી વધારે માં વધારે બાળકો આનો લાભ લેતા થાય તે અંગે માહીતી આપી હતી ખેતીવાડી અને પશુંપાલન પ્રોજેક્ટ અંતર્ગત સંસ્થામાં જે યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તે અંગે લખમણભાઈ ડોડિયા એ ખેડુતો ને અવગત કરાવ્યા હતાં.
રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ