રાજકોટ: ૧૮ ઓગષ્ટ, રાજકોટ જીલ્લાના ઉપલેટામાં તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શીલા સમર્પણ, પંચ પ્રતિજ્ઞા અને શહીદ વીરોના પરિવારજનોનું તેમજ નિવૃત્ત વીરોનું સન્માન કરી “વીરોકા વંદન” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોલીસ બેન્ડ સાથે મિટ્ટી યાત્રા યોજી, વૃક્ષારોપણ દ્રારા વસુધા વંદન કરી રાષ્ટ્ર ધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપલેટા તાલુકાના વડાળી ગામના શહીદ વીર મહેશભાઈ સાગઠિયાના ધર્મપત્નીને ફૌજી જવાન દ્વારા સન્માન સાથે શહીદ સ્મારક સુધી લઈ જવામાં આવ્યા હતા અને શહીદ વીરના પત્નીએ શહીદોને સલામી આપી હતી.
આ કાર્યક્રમમાં ઉપલેટાના આગેવાનો, મામલતદારશ્રી, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ઉપલેટાના તમામ ગામોના સરપંચશ્રીઓ, ગ્રામજનો તેમજ સમગ્ર તાલુકા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવસિંહ પરમારે તેમની યાદીમાં જણાવ્યું હતું.