મળતી માહિતી મુજબ ચોટીલાના મફતિયાપરાનો યુવક મૂકેશ નાયકપરા હીરાસર ગામે ટ્રકમાં કપાસ ભરતો હતો તે વેળાએ યુવાનનું માથું ઉપર રહેલાં વીજતાર સાથે અડી જતાં ધડાકા ભેર કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું છતાં બેભાન હાલતમાં સારવાર અર્થે ચોટીલા સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી યુવકને કરંટ લાગવાની ઘટનાથી આજુબાજુમાં અફડાતફડી મચી જવા પામી હતી બનાવને પગલે પોલીસ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી
રિપોર્ટર મુકેશ ખખ્ખર