અમદાવાદ ગ્રામ્ય એસપી પ્રેમવીરસિંઘના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એસઓજી પીઆઇ સવસેટા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફને માહિતી મળી હતી કે માંડલ ત્રણ રસ્તા પાસેથી એક શખસ રિક્ષામાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થવાનો છે આ બાતમી આધારે વોચ ગોઠવી રિક્ષા અટકાવી જડતી લેતા 59.090 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા 5,90,900ના ડ્રગ્સ સાથે અમદાવાદના મુન્નવર સમસોદિન સાલારની ધરપકડ કરી ડ્રગ, રિક્ષા, રોકડ સહિત 6,33,420ની મતા કબજે કરી છે પ્રાથમિક પૂછતાછમાં અમદાવાદના જ મહમદસફી મહેબૂબભાઈ ઉર્ફે જેનુભાઈ કછોટ અને આરીફના નામ આપતા પોલીસ બંનેની શોધખોળ હાથ ધરી છે.