ભાવનગર, નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન અન્વયે નિલમબાગ પોલીસ સર્વેલન્સ ટીમ નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પો.કોન્સ. શકિતસિંહ તોગુભા જાડેજાને મળેલ બાતમી હકીકતના આધારે હકિકત વાળી જગ્યા ભાવનગર, એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, પેટ્રોલપંપ પાસેથી 25 હજારની કિમતના ભારતીય બનાવટના પરપ્રાતીય ઇગ્લીશ દારૂના ૨૧૦ ચપલા સાથે અમદાવાદના છારાનગરના તેજસકુમાર આકાશકુમાર તમાઇચીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર