જસદણ ખાતે સામાજિક વનીકરણ રેન્જ જસદણ – વિંછીયા દ્વારા “હરિત વન વસુંધરા” પ્રોજેકટ અંતર્ગત ‘અર્બન ફોરેસ્ટ”નું ખાતમુહૂર્ત સાથે ‘૭૪’ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ-૨૦૨૩ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે “મારી માટી, મારા દેશ” અભિયાનમાં ગામના તળાવો પાસે મોટી માત્રામાં વૃક્ષોનું વાવેતર કરાયું છે. પર્યાવરણની જાળવણી માટે તેનું જતન- ઉછેર કરવી તે આપણી સામાજિક ફરજ છે. ઓક્સિજન કેટલો મહત્વનોછે, તેની આપણને કોરોના કાળમાં ખબર પડી હતી જસદણથી ચીતલીયા રોડ,અક્ષર મંદિરની બાજુમાં જસદણ ખાતે એક હેક્ટર વાવેતર વિસ્તારમાં આકાર પામનાર આ અર્બન ફોરેસ્ટ માં ૨૦૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. ખારી નદીના કાંઠે આવેલ આ અર્બન ફોરેસ્ટમાં વન કવચ મિયાવાકી પદ્ધતિથી ૫૧ જાતના ૫૦૧ રોપા ૨૫ બાય ૨૫ મીટર એરિયામાં મંત્રીશ્રી મહાનુભાવો અને વિદ્યાર્થીઓના હસ્તે વાવવામાં આવ્યા હતા. અર્બન ફોરેસ્ટમાં વચ્ચેના એરિયામાં વન કુટીર તથા શરૂઆતના એરિયામાં ચિલ્ડ્રન પ્લે એરિયા તરીકે વિકસાવવામાં આવશે. તેમજ જસદણ ચિતલીયા રોડ ખાતે વોકિંગ એરીયા ડેવલપ કરાશે.
રિપોર્ટર વિજય ચૌહાણ