પ્રાઈમરી શબ્દ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે નિદત્ત બારોટે નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રાઈમરી શબ્દ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાથી ગુજરાતમાં અસમંજસની સ્થિતિ સર્જાશે. તેમજ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મુજબ ધોરણ 1 થી 5 પ્રિ પ્રાઈમરી
ધોરણ 6 થી 8 પોસ્ટ પ્રાઈમરી છે ત્યારે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રાયમરી શબ્દો નો ઉપયોગ કરાતા હવે PTC કરનારા શિક્ષકોને લાભ મળશે પરંતુ બી એડ કરનારા ઉમેદવારો ને ધોરણ 6,7,8 માં લાભ મળશે કે નહિ એ સવાલ છે જેથી આ અંગે સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈ માર્ગદર્શન માંગે તો અસમંજસ ઊભી થશે તેમજ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા અંગે પણ સુપ્રીમ માં જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ સાથે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા જે બી.એડ. માન્યતા છે તેને રદ્દ કરવામાં આવી છે. જેથી હવે સ્પષ્ટ થયું છે કે ધોરણ 1 થી 8 માં બી.એડ કરેલા લોકો શિક્ષકો બની શકશે નહિ. તેમજ કેન્દ્રીય વિદ્યાલયનાં ઠરાવ અને અન્ય નિયમો મુજબ ધોરણ 1 થી 5 માં પીટીસી કરેલા તાલીમાર્થીઓ માટે શિક્ષક તરીકે જ લેવા એ ફરજિયાત થયું છે. જેથી હવે નવી ભરતી કે અન્ય પ્રક્રિયામાં પ્રાઈમરી માટે PTC ફરજિયાત થયું છે